ડિસેમ્બર 14, 2025 7:15 પી એમ(PM)

printer

સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે.
તેમણે ઉમેર્યું, અત્યારે રમતગમતમાં કારકિર્દી બનાવવી સરળ બની છે. આ પ્રસંગે શ્રી માંડવિયાએ 40 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કર્યા. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય કુશ્તી ખેલાડીઓ અમન સેહરાવત, સુજિત અને રીન્કુ પણ ઉપસ્થિત રહ્યા. અગાઉ શ્રી માંડવિયાએ બનાસકાંઠાના ડીસા ખાતે પણ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું સાંસદ ખેલ મહોત્સવ યુવાઓમાં ખેલ ભાવના, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ બનશે. અગાઉ તેઓ મહેસાણા સરકીટ હાઉસ ખાતે જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.