પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સાંસદ ખેલ મહોત્સવ દ્વારા દેશભરમાં હજારો પ્રતિભાશાળી રમતવીરો ઉભરી રહ્યા છે. આજે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું તેનો વ્યાપ અને અસર નોંધપાત્ર રીતે વિસ્તરી છે. ખેલ મહોત્સવ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ બની રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ રમતો, જીત અને હારથી આગળ, અને રમતગમતની ભાવના અને યુવાનોના વિકાસમાં ફાળો આપે છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું છે કે સાંસદ ખેલ મહોત્સવે સમાજના વિચાર બદલવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2030 માં, જ્યારે ભારત અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે, ત્યારે સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે. તેમણે કહ્યું કે, તે યુવા ખેલાડીઓ માટે એક મોટી તક હશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વર્ષ 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તક માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ દરેક માતાપિતાને અપીલ કરી કે તેઓ તેમના બાળકોને રમવા માટે પ્રોત્સાહિત કરે અને તેમને રમવાની તક આપે.
આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ સાંસદ ખેલ મહોત્સવને ખેલાડીઓના ચારિત્ર્ય નિર્માણનું પ્રતિક ગણાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 25, 2025 2:29 પી એમ(PM)
સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 માં, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે.