ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 3:05 પી એમ(PM)

printer

સાંસદોએ સંસદીય મર્યાદાને જાળવી રાખવી જોઈએ અને શારીરિક બળનો આશરો લેવો જોઈએ નહીં: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત રીતે ધક્કો મારનારા ભાજપના બે સાંસદોની હાલત સ્થિર છે. સંસદ ભવનમાં મીડિયા સાથે વાત કરતા શ્રી રજીજુએ કહ્યું કે, સાંસદોએ સંસદીય મર્યાદાને જાળવી રાખવી જોઈએ અને શારીરિક બળનો આશરો લેવો જોઈએ નહીં.

દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવી દિલ્હીની RML હોસ્પિટલમાં ઘાયલ બીજેપી સાંસદ પ્રતાપ સારંગીને મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિપક્ષના નેતાનું પદ સંભાળવા માટે સક્ષમ નથી.

તેમણે આરોપ લગાવ્યો કે, 1975માં ઈન્દિરા ગાંધીએ લોકશાહીનું ગળું દબાવ્યું હતું અને આજે રાહુલ ગાંધી એ વારસાને આગળ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશની જનતા લોકતંત્ર અને સંસદનું આ અપમાન ક્યારેય સહન કરશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.