રાજ્યના સહકાર વિભાગે વિશ્વના સૌથી મોટા આભાર લેખન ટપાલપત્ર અભિયાન હેઠળ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. વિભાગે વસ્તુ અને સેવા કર – GST સુધારા, મૅક ઇન ઇન્ડિયા, હરઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી જેવા વિષય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખી આ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સહકાર વિભાગને વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર પણ અપાયું છે તેમ સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:18 પી એમ(PM)
સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક કરોડ 11 લાખથી વધુ ટપાલપત્ર લખી વિશ્વ વિક્રમ બનાવ્યો