ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2025 7:12 પી એમ(PM)

printer

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બનશે – આવતીકાલે વિધિવત્ જાહેરાત થશે.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થતાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આવતીકાલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપના નવા અધ્યક્ષ પદના પરિણામની જાહેરાત કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જગદીશ વિશ્વકર્માનો જન્મ 12 ઑગસ્ટ 1973ના દિવસે થયો હતો. નિકોલ બેઠકથી ધારાસભ્ય શ્રી વિશ્વકર્મા હાલ રાજ્યકક્ષાના મંત્રી છે. અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ પ્રભારી તરીકે રાજકીય યાત્રા શરૂ કરનારા શ્રી વિશ્વકર્માએ ભાજપ પક્ષમાં વિવિધ હોદ્દા પર સેવા આપી છે. વર્ષ 2013માં તેઓ ભાજપ ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક અને ત્યારબાદ કર્ણાવતી ભાજપ અમદાવાદ શહેરના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2012માં પહેલી વાર તેઓ અમદાવાદની નિકોલ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2017 અને 2022માં પણ આ જ બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.