ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 25, 2024 2:06 પી એમ(PM) | સહકાર મંત્રી અમિત શાહ

printer

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું વિતરણ પણ કરશે.આનાથી પંચાયતોને ધિરાણની સુવિધા મળશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ગ્રામજનો માટે યોજનાઓનો લાભ મેળવવાનું સરળ બનશે.નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થશે.આ સમિતિઓ નાણાકીય સેવાઓ પ્રદાન કરશે અને ગ્રામીણ સમુદાયોને સાથે મળીને કામ કરવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ