સપ્ટેમ્બર 21, 2025 9:25 એ એમ (AM)

printer

સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી સહિત મુખ્યમંત્રી અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. શ્રી પટેલ અમર દાણ ફેક્ટરી ખાતે અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.લોહાણા મહાજન વાડી ખાતેથી વરિષ્ઠ નાગરિકોનો અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સોમનાથ – દ્વારકા તીર્થ પ્રવાસના કાર્યક્રમમાં બસોને લીલીઝંડી આપશે. અમરેલીના ટાવર ચોક ખાતે સ્વદેશી ઝુંબેશના કાર્યક્રમમાં હાજર રહેશે આ સાથે બેડમિન્ટન કોર્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કરીને તેમની સાથે સંવાદ પણ કરશે.