મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી મંડળીઓ અને સ્વસહાય જૂથ દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ ખરીદી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અનુરોધ કર્યો.
ગાંધીનગરમાં “આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025” હેઠળ યોજાયેલા “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમમાં શ્રી પટેલે નવી સહકાર નીતિ-2025ને સહકાર અને સ્વદેશી સાથેના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ ગણાવી. આ નવી નીતિથી દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રવાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાનો વિશ્વાસ પણ
શ્રી પટેલે વ્યક્ત કર્યો.
દરમિયાન તેમણે રાજ્ય સહિત દેશના સહકારી માળખામાં થયેલા વિકાસ અંગે સૌને માહિતી આપી.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:07 પી એમ(PM)
સહકારી મંડળીઓ અને સ્વસહાય જૂથની વસ્તુઓ ખરીદી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા મુખ્યમંત્રીનો અનુરોધ