છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ સસ્તા અનાજના સંચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે.ગઇકાલે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સાથે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના એસોસિએશનની મીટીંગ સંપન્ન થઈ હતી જેમાં સંચાલકોની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરી દેવાયો હતો.બંને એસોસિએસનના પ્રમુખોએ કહ્યું કે, અમારી પાંચ પડતર માંગણીઓ હતી જેની સકારાત્મક ચર્ચા થઇ છે. કમિશન વધારા ની બાબત આવતા 15 દિવસમાં દરખાસ્ત નાણાં વિભાગને મોકલશે તેમ પણ તેમણે કહ્યું હતું..બાયોમેટ્રિકમા જૂની પદ્ધતિથી 2 સભ્યોની સહીથી જથ્થો ઉતારવા સહમતિ સધાઇ છે. જેને કારણે હડતાળ પૂર્ણ જાહેર કરાઇ હતી અને દુકાનદારો ચલણ જનરેટ કરી કામ શરૂ કરવા જણાવાયું હતું.
Site Admin | નવેમ્બર 5, 2025 10:02 એ એમ (AM)
સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની હડતાળનો સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટ બાદ સુખદ અંત આવ્યો