એપ્રિલ 17, 2025 7:29 પી એમ(PM)

printer

સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે. શ્રી શાહ આજે સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના મુખ્યાલય ખાતે સુરક્ષા દળો સાથે સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળો બર્ફિલી ખીણો અને ગરમ રણમાં દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેમણે કહ્યું કે સેના અને અર્ધલશ્કરી દળો ઉપરાંત તમામ રાજ્યોની પોલીસ પણ આંતરિક સુરક્ષા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
અગાઉ, આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે C.R.P.F.ના 86મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા શ્રીશાહે જણાવ્યું કે, માર્ચ 2026 સુધી દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં C.R.P.F.ના જવાનો સૌથી મહત્વની ભૂમિકા ભજવશે.