જાન્યુઆરી 22, 2026 4:14 પી એમ(PM)

printer

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું

સશક્ત વૃદ્ધિ અને વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વડે છેલ્લા દાયકામાં ભારતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક આર્થિક શક્તિમાં પરિવર્તન જોયું છે,કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન આયોજિત સત્રમાં બોલતા આ વાત કહી હતી.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક આર્થિક વ્યવસ્થા માટે આવશ્યક બની રહ્યું છે અને હવે તેને ફક્ત એક ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી.તેમણે કહ્યું કે, ભારતે વિશ્વાસ, સ્કેલ અને નવીનતા દ્વારા એક નવી ઓળખ ઉભી કરી છે.. સ્થિર લોકશાહી ,વિશ્વસનીયતા, વિવિધતા અને કદ દ્વારા ભારતનું વિશ્વમાં મહત્વ વધ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.