વર્તમાન સ્થિતિ ઉપર ગુજરાત સરકાર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રીએ ગૃહરાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગઇકાલે રાત્રે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સંબંધિત સમીક્ષા કરી હતી. મહેસુલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ અને રાહત કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા અને તમામ સલામતી સહિતના તમામ પાસાંઓની ચર્ચા કરી હતી.
Site Admin | મે 10, 2025 9:03 એ એમ (AM)
સલામતી સહિતની રાજ્યની વર્તમાન સ્થિતિની મોડી રાત્રે મુખ્યમંત્રીએ ઉચ્ચ-સ્તરીય સમીક્ષા કરી સ્થિતીનો તાગ મેળવ્યો
