ઓક્ટોબર 2, 2025 6:41 પી એમ(PM)

printer

સર ક્રીક વિસ્તારમાં કોઈપણ દૂ સાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, સર ક્રીક વિસ્તારમાં કોઈપણ દૂ સાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. જેનાથી ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. આજે ભુજમાં લશ્કરી સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન સમારોહ કર્યા બાદ સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન લેહથી સર ક્રીક સુધી ભારતની સીમામાં ઘૂસણખોરીમાં નિષ્ફળ ગયું. સંરક્ષણ સંરક્ષણમંત્રી એ જણાવ્યું કે ધર્મની રક્ષા માટે માત્ર સંકલ્પ જ પૂરતો નથી.

ગઈકાલે અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભૂજમાં લશ્કરી સ્ટેશન ખાતે રાવણ દહન સમારોહમાં ભાગ લીધા બાદ સૈનિકો સાથે ભોજન લીધું હતું. તેમણે ઓપરેશન સિંદૂરમાં સામેલ સૈનિકોનું પણ સન્માન કર્યું હતું. આજે, સંરક્ષણ પ્રધાન લક્કીનાળા ખાતે શસ્ત્ર પૂજા કરવાના હતા અને સુરક્ષા કવાયત જોવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.