સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનો આજે છેલ્લો
દિવસ છે. વિશેષ લોક અદાલતનો હેતુ નાગરિકોને શક્ય તેટલી સરળ અને ઝડપી
રીતે ન્યાય આપવાનો છે. સર્વોચ્ચ અદાલતના 75મા સ્થાપના દિવસે સર્વોચ્ચ
અદાલત દ્વારા આ પહેલનું આયોજન કરાયું છે.
એક કાર્યક્રમમાં સંબોધન કરતા કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામે
મેઘાવલે જણાવ્યું કે, આ લોક અદાલતમાં એક હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં
આવ્યો છે, જેમાં જમીન સંપાદન અને લગ્ન વિષયક કેસનો સમાવેશ થાય છે.
મેઘવાલે જણાવ્યું કે, મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવાની ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી
છે.