ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM) | આર.જી.કર મેડિકલ

printer

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ.નીઆગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ આવતીકાલે આ કેસની સુઓમોટો સુનાવણી ફરી શરૂકરશે.  ગયા અઠવાડિયે, ન્યાયાધીશજેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર 27સપ્ટેમ્બરે સુનિશ્ચિત થયેલ સુનાવણી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો.  અગાઉ, અદાલતેરાજ્ય સરકારના એક આદેશ તરફ ધ્યાન દોર્યા બાદ ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં મહિલાડોકટરોને રાત્રે કામે ન રાખવાની જરૂર હતી. અદાલતના હસ્તક્ષેપપછી, પશ્ચિમ બંગાળ સરકારે સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી હતી કેલિંગ સમાનતાના મૂળભૂત બંધારણીય પરિમાણ જાળવતા કોઈપણ શરતો લાગુ કરવામાં આવશે નહીં.સર્વોચ્ચ અદાલતે દેશભરના તબીબી વ્યાવસાયિકોની સુરક્ષામાટે પગલાં સૂચવવા માટે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) ની રચનાકરવાનો પણ આદેશ આપ્યો હતો, જેમાં નોંધ્યું હતું કેડોકટરોની સલામતી “સૌથી મોટી રાષ્ટ્રીય ચિંતા છે.