સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે, તે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને તેને સંબંધિત પાસાઓની વ્યાપક તથા સર્વાંગી તપાસ માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ બનાવશે. અદાલતે જણાવ્યું, ગેરકાયદે ખાણકામથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. ન્યાયમૂર્તિ સૂર્ય કાન્ત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની પીઠે ઍડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને ઍમિક્સ ક્યૂરી કે. પરમેશ્વરને ચાર સપ્તાહમાં ખાણકામમાં નિપૂણતા ધરાવતા પર્યાવરણવિદ્ અને વૈજ્ઞાનિકોના નામની ભલામણ કરવા નિર્દેશ આપ્યો છે.
પીઠે જણાવ્યું કે, સમિતિ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અને અવલોકન હેઠળ કામ કરશે. અદાલતે આ અંગે પોતાના પહેલાના આદેશને પણ લંબાવ્યો છે, જેમાં અરવલ્લી પર્વતમાળા અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યાને સ્વીકાર કરતા 20 નવેમ્બરના નિર્દેશોને સ્થગિત રખાયા હતા. આ સુનાવણી દરમિયાન પીઠે રાજસ્થા સરકાર તરફથી હાજર રહેલ ઍડિશનલ સોલિસિટર જનરલ કે. એમ. નટરાજ દ્વારા અપાયેલી ખાતરીને રેકોર્ડમાં લીધી કે, આવી કોઈ અનધિકૃત ખાણકામ થશે નહીં.
Site Admin | જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને પાસાઓની વ્યાપક તથા તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે