સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અપીલમાં નોટિસ આપી છે. જેમાં 2006 ના 7/11 મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્ય વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ એન.કે. સિંહની ખંડપીઠને જણાવ્યું હતું કે તેઓ ચુકાદા પછી જેલમાંથી મુક્ત થયેલા આરોપીઓને આત્મસમર્પણ કરવાનો આદેશ આપવાની માગ કરી રહ્યા નથી.
જો કે, તેમણે ચુકાદા પર રોક લગાવવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ચુકાદામાં વડી અદાલતે કરેલા કેટલાક અવલોકનો મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ અન્ય કેસોને અસર કરી શકે છે.
Site Admin | જુલાઇ 24, 2025 1:26 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો
