ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2025 7:54 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ -EBP-20 ના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી (PIL) ને ફગાવી દીધી હતી, અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે લાખો વાહન માલિકોને તેમના વાહનોના એંજિનને અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે, આ દલીલોને ફગાવી દીધી હતી, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને તમામ ઇંધણ સ્ટેશનો પર ઇથેનોલ-મુક્ત પેટ્રોલ આપવાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન, કેન્દ્રએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે,આ ઇંધણ શેરડીના ખેડૂતોને લાભ આપે છે. પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ ઉમેરવાથી શેરડીની ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય છે.