સપ્ટેમ્બર 3, 2025 7:54 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે સરકારને આરોપી તરીકે પકડાતાં વિદેશી નાગરિકોને ફરાર થતા રોકવા અંગે નીતિ બનાવવા જણાવ્યું

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ભારતમાં ગુનાઓના આરોપી વિદેશી નાગરિકોને દેશમાંથી ફરાર થતા રોકવા અંગે યોગ્ય નીતિ બનાવવા પર વિચાર કરવા જણાવ્યું. આ મુદ્દો એક હાઈ-પ્રૉફાઈલ ફોજદારી કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યો, જેમાં આરોપી એક નાઇજિરિયન નાગરિક મે 2022માં ઝારખંડ વડી અદાલતમાંથી જામીન મળ્યા બાદ કથિત રીતે પોતાના દેશ ભાગી ગયો હતો.
સર્વોચ્ચ અદાલતે ગત ડિસેમ્બરમાં જામીન આદેશને રદ કર્યો હતો અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ અપાયો હતો કે, આરોપીને કેસનો સામનો કરવા ભારત પરત લાવવામાં આવે. અદાલતે એ વાત પર પણ ભર આપ્યો કે, આવા કેસમાં બીજું કંઈ કરવાની જરૂર છે. આ માટે યોગ્ય દિશા-નિર્દેશ તૈયાર કરીને તમામ સંબંધિત અદાલતોને મોકલવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.