સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે આ નિર્દેશઆપતાં કહ્યું કે, એનઆરઆઈની ખાલી બેઠકોને પણ સામાન્ય શ્રેણીના ક્વોટામાં રૂપાંતરિત કરવીજોઈએ અને રાજ્ય પ્રવેશ અધિકારીઓ દ્વારા ભરવામાં આવે. અદાલતે આદેશમાં કહ્યું છે કે, જ્યારે દેશ ડોક્ટરોની તીવ્ર અછતનોસામનો કરી રહ્યો છે, ત્યારે મેડિકલ બેઠકોનો વ્યય ન થવો જોઈએ. પ્રવેશ ઓથોરિટીને સૂચનાઆપવામાં આવી છે કે, તેઓ ખાલી બેઠકો માટે નવેસરથી અથવા વિશેષ કાઉન્સેલિંગ કરે અને કોઈપણસંજોગોમાં 30 ડિસેમ્બર પહેલાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરે.ખંડપીઠે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે, કોઈપણ કોલેજને વિદ્યાર્થીઓનેસીધા પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને પ્રવેશ ફક્ત રાજ્ય પ્રવેશ સત્તાવાળાઓદ્વારા જ હાથ ધરવામાં આવશે..
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:52 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે
