ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો.

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકશે નહીં.
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદાલત તરફથી હાજર રહેલા વકીલની રજૂઆતની નોંધ લીધી, રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે તથા ચુકાદાનું પાલન કરવાની જાણ માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ ન્યાયિક સેવા નિયમોની જોગવાઈઓને રદ કરી દીધી હતી જેમાં પ્ર્ગ્નાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.