ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 2:24 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો છે કે, હળવા વાહનનું લાઇસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી.

સર્વોચ્ચ અદાલતે બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે, કાર કે વાન જેવા હળવા વાહન- LMVનું લાઇસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાઇસન્સ લેવાની જરૂર નથી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય બેન્ચે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, હળવા વાહનનું લાઇસન્સ ધરાવતી વ્યક્તિ 7 હજાર 500 કિલોથી ઓછું વજન ધરાવતા ટ્રાન્સપોર્ટ વાહનને ચલાવી શકે છે. બેન્ચે જણાવ્યું કે, એક પણ પક્ષકારો એવી આંકડાકીય માહિતી રજૂ નથી કરી, જે દર્શાવે કે હળવા વાહનચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવાને કારણે ભારતમાં માર્ગ અકસ્માતો થાય છે. મોટર વ્હિકલ્સ એક્ટ, 1988માં નિર્દિષ્ટ વધારાનો પાત્રતા માપદંડ અને તે અંતર્ગત ઘડાયેલા નિયમો કુલ 7500 કિલોથી વધુ વજનનાં મધ્યમ કે ભારે માલવાહક અને પ્રવાસી વાહનો માટે જ લાગુ પડશે.
કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતનાં ઉપરોક્ત ચૂકાદાનું પાલન કરવા મોટર વ્હિકલ્સનાં નિયમોમાં સુધારા કરતું જાહેરનામું અગાઉ પ્રસિધ્ધ કર્યું જ છે.