સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયમુર્તિ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે રાજ્યોને અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે અદાલત આગામી અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરશે.
સર્વોચ્ચ અદાલત હાલમાં 1985માં વાયુ પ્રદૂષણ પર દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી છે. આ કેસમાં એક વકીલે બેન્ચને માહિતી આપી કે હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેપ-3 લાગુ કરાયો છે, પરંતુ પરિસ્થિતિ ગ્રેપ-4ના અમલીકરણની જરૂરિયાત દર્શાવે છે.
Site Admin | નવેમ્બર 13, 2025 1:47 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.