સર્વોચ્ચ અદાલતે, દેશમાં બાળ તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપી સુનાવણી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.ઉત્તરપ્રદેશના બાળ તસ્કરી કેસમાં આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટએ આ નિર્દેશો આપ્યા હતા. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે દેશની વડી અદાલતોને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ નીચલી અદાલતોને છ મહિનામાં બાળ તસ્કરીના કેસોની સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.ન્યાયમાં વિલંબ અટકાવવા માટે આવા કેસોની દૈનિક સુનાવણી થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નિર્દેશોના અમલીકરણમાં કોઈપણ પ્રકારની ઢીલને ગંભીરતાથી લેવામાં આવશે અને તેને અદાલતનો તિરસ્કાર ગણવામાં આવશે. એક મહત્વપૂર્ણ નિર્દેશમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જો કોઈ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાઈ જાય, તો સૌ પ્રથમ સંબંધિત હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવું જોઈએ.
Site Admin | એપ્રિલ 16, 2025 9:21 એ એમ (AM)
સર્વોચ્ચ અદાલતે, દેશમાં બાળ તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપી સુનાવણી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી