સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂકતા, આજે કેન્દ્રને એસસી-એસટી કાયદાની જેમ દિવ્યાંગો અને દુર્લભ આનુવંશિક વિકારોની ઉપહાસ કરતી અપમાનજનક ટિપ્પણીઓને દંડનીય ગુનો બનાવવા માટે કાયદો બનાવવાનું વિચારવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલત એસએમએ ક્યોર ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જે દુર્લભ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી રોગથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કામ કરે છે
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર અશ્લીલ, અપમાનજનક અથવા ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે એક તટસ્થ, સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાની જરૂર છે. દિવ્યાંગો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને ઉપહાસનો સામનો કરવા માટે માર્ગદર્શિકા બનાવવા મુદ્દા પર માહિતી અને પ્રસારણ મંત્રાલયે બેન્ચને માહિતી આપી હતી કે સરકાર ચોક્કસ માર્ગદર્શિકા ઘડવાનો વિચાર કરી રહી છે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:47 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો