સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રખડતા કૂતરાઓને પકડવા અને સંપૂર્ણ સ્થાનાંતરણ માટે તેના અગાઉના નિર્દેશોમાં ફેરફાર કર્યો છે.
એક નવા આદેશમાં, ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ઉપાડેલા રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી તેમના પોતાના ક્ષેત્રમાં છોડી દેવા જણાવ્યું છે.
ન્યાયાધીશ નાથની આગેવાની હેઠળની ખંડપીઠે જાહેર ખોરાક પર પ્રતિબંધ મૂકતા રખડતા કૂતરાઓ માટે અલગથી ખોરાક આપવાની જગ્યાઓ બનાવવા પર ભાર મૂક્યો.
દિલ્હી-એનસીઆરની બહાર કાર્યવાહીનો વ્યાપ વિસ્તારતા, સર્વોચ્ચ અદાલતે તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય સરકારોને રખડતા કૂતરાઓ પર સમગ્ર ભારતમાં નીતિ બનાવવા માટે પ્રેરિત કર્યા અને વિવિધ વડી અદાલતમાં પેન્ડિંગ સમાન અરજીઓને પોતાને તબદીલ કરવા જણાવ્યુ.
Site Admin | ઓગસ્ટ 22, 2025 2:12 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ અંગેના તેના અગાઉના નિર્દેશમાં ફેરફાર કર્યો.
