ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 13, 2024 2:13 પી એમ(PM) | દિલ્હી

printer

સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કથિત દારૂ નીતિ કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન સર્વોચ્ચ અદાલતે આપ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે તેમની જામીન પર મુક્તિ માટેની શરતો પણ મૂકી હતી.AAP નેતાએ આ કેસ વિશે કોઈ જાહેર ટિપ્પણી કરવી નહીં અને મુક્તિ ન મળે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ સમક્ષ તમામ સુનાવણી માટે હાજર રહેવાની પણ શરત મૂકી હતી. બુધવારે, દિલ્હીની એક અદાલતે દારૂ નીતિ કૌભાંડના સંબંધમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી આ મહિનાની 25 તારીખ સુધી લંબાવી હતી.