સર્વોચ્ચ અદાલતે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અપરાધિક માનહાનિના કેસમાં કાર્યવાહી પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. મતદાર યાદીમાંથી ચોક્કસ સમુદાયના 30 લાખ મતદારોના નામ કથિત રીતે કાઢી નાખવાનો AAP નેતાઓ દ્વારા આક્ષેપ લગાવાયો હતો. આ આક્ષેપો સામે દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે ગઈકાલે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. આમ આદમી પાર્ટીનાં નેતા આતિશી અને અરવિંદ કેજરીવાલે દિલ્હી વડી અદાલતના આદેશને પડકાર્યો હતો, જેણે આ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને કથિત ટિપ્પણી પ્રાથમિક દૃષ્ટિએ ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી હોવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:06 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે અપરાધિક માનહાનિના કેસમાં કાર્યવાહી પર મનાઇ હુકમ ફરમાવ્યો
