સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો છે. કરુરમાં ગત મહિને તમિલગા વેત્રી કઝગમ, TVKની રાજકીય રેલી દરમિયાન લગભગ 41 લોકોના મોત થયા હતા. તમિલ અભિનેતા વિજયની આગેવાની હેઠળની પાર્ટીએ આ ઘટનાની તપાસ માટે મદ્રાસ વડી અદાલતની ખાસ તપાસ ટીમના નિર્દેશને પડકારટી અરજી સર્વોચ્ચ અદાલતમા કરી હતી.
ન્યાયાધીશ જે.કે.મહેશ્વરી અને એન.વી.અંજારિયાની સર્વોચ્ચ અદાલતની પીઠે તપાસનું નિરીક્ષણ કરવા માટે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે.
અદાલતે એવો પણ આદેશ આપ્યો કે, ભારતીય પોલીસ સેવાના બે અધિકારીઓ, જે તમિલનાડુ કેડરના હોઈ શકે પરંતુ રાજ્યના વતની ન હોય તેઓ પણ પેનલનો ભાગ હશે.
પોલીસ મહાનિરીક્ષક (IGP) ના હોદ્દાથી નીચેના ન હોય તેવા અધિકારીઓની પસંદગી જસ્ટિસ રસ્તોગી દ્વારા કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 1:12 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો
