સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમના દ્વારા ડિજિટલ ધરપકડ સાથે જોડાયેલા કેસ અંગે દાખલ કરાયેલા પ્રાથમિક માહિતી અહેવાલ – F.I.R.ની વિગત જણાવવા નૉટિસ આપી છે. અદાલતે દેશમાં વધતી ડિજિટલ ધરપકડની ઘટનાઓને ધ્યાને લઈ તમામ કેસન તપાસ કેન્દ્રીય તપાસ સંસ્થા – C.B.I.ને સોંપવા અંગે પણ વિચાર કર્યો છે.
અદાલતે C.B.I.ને પૂછ્યું કે, શું તેમની પાસે દેશમાં આવા કેસને સંભાળવા માટે પૂરતા સંશાધન છે. સર્વોચ્ચ અદાલત દેશભરમાં ડિજિટલ ધરપકડથી વધતા સંકટને પહોંચી વળવા માટે 17 ઑક્ટોબરે શરૂ કરાયેલા સુઓમોટો કેસની સુનાવણી કરી રહી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:24 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમના દ્વારા ડિજિટલ ધરપકડ સાથે જોડાયેલા કેસ અંગે દાખલ કરાયેલા F.I.R.ની વિગત જણાવવા નૉટિસ આપી