સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો (FIR) ની વિગતો માંગી છે.
દેશમાં વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો, જેમાં લોકો છેતરપિંડી કરનારાઓ દ્વારા લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, તેનું અવલોકન કરીને, સર્વોચ્ચ અદાલતે તમામ કેસોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાનું પણ વિચાર્યું. આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે સીબીઆઇ આવા કેસની તપાસ માટે સજ્જ છે કે નહીં તેનો જવાબ માંગ્યો છે
અદાલત દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા કેસો અંગે 17મી ઓક્ટોબરથી શરૂ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:12 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદોની વિગતો માંગી.