સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો પર ગંભીરતાથી વિચાર કરીને કેન્દ્ર અને કેન્દ્રીય તપાસ સંસ્થા CBI પાસેથી જવાબ માગ્યો છે.
અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા જતા કેસોની સ્વતઃ નોંધ લીધી છે, જ્યાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ સંસ્થા અથવા ન્યાયિક અધિકારીઓનો ઢોંગ કરીને નાગરિકો પાસેથી પૈસા પડાવે છે.
હરિયાણાના અંબાલાની 73 વર્ષીય મહિલાની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે કૌભાંડીઓએ સર્વોચ્ચ અદાલતના બનાવટી આદેશોનો ઉપયોગ કરીને તેમને કથિત રીતે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને એક કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:32 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો અંગે સ્વતઃ નોંધ લીધી