સર્વોચ્ચ અદાલતે આજે જાહેર સ્થળોને રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પરથી રખડતા ઢોરો અને અન્ય પ્રાણીઓને દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. ન્યાયામૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે આ બાબતની સ્વયં નોંધ લીધી અને દેશમાં રખડતા કૂતરાઓના સંચાલન સંબંધિત કેસની સુનાવણી કરી.
અદાલતે નિર્દેશ આપ્યો કે દરેક શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર રમતગમત સંકુલ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનને રખડતા કૂતરાઓના પ્રવેશને રોકવા માટે યોગ્ય રીતે વાડ કરવામાં આવે. અદાલતે સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓને
પશુ જન્મ નિયંત્રણ નિયમો હેઠળ આવા વિસ્તારોમાંથી નિયમિતપણે પ્રાણીઓ એકત્રિત કરવા અને જરૂરી રસીકરણ અને નસબંધી પછી તેમને નિયુક્ત આશ્રયસ્થાનોમાં મોકલવાનો પણ નિર્દેશ આપ્યો. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કડક પાલન કરવા નિર્દેશ આપ્યો.
આ નિર્દેશનું યોગ્ય નહીં પાલન થાય તો આ અધિકારીઓ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. આ માર્ગદર્શિકાના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાં અંગેનો અહેવાલ આઠ અઠવાડિયામાં સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના વધતા જતા ભયથી બચાવવા અને ધોરીમાર્ગો પર રખડતા ઢોરો દૂર કરવા માર્ગદર્શિકા જાહેર કરી