સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો છે. બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. મતદાર યાદીમાં સમાવેશ માટે આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય છે. અદાલતે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આધાર નાગરિકતાનું પ્રમાણપત્ર નથી. બિહારની ખાસ સઘન સમીક્ષા પ્રક્રિયામાં, અદાલતે ચૂંટણી પંચને આધારની સ્વીકૃતિ અંગે તેના અધિકારીઓને નિર્દેશ આપવાનો આદેશ આપ્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ મતદારો દ્વારા રજૂ કરાયેલા આધાર કાર્ડની અધિકૃતતા અને વિશ્વસનીયતા તપાસવાનો હકદાર રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 7:46 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો.