ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 2:38 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે એક બહુમતી ચૂકાદામાં જણાવ્યું છે કે, તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી

સર્વોચ્ચ અદાલતે આજે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, તમામ ખાનગી મિલકતો જાહેર સંસાધન નથી, જેને બંધારણની કલમ 39(b) હેઠળ રાજ્યો પુનઃ વિતરીત કરી શકે. જો કે અદાલતે નોંધ્યું હતું કે, કેટલીક ખાનગી સંપત્તિઓ મહત્વની હોય અને સમુદાયની સેવા માટે હોય તો તેને જાહેર સંસાધન તરીકે ગણી શકાય.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની નવ સભ્યોની પીઠે 8-1ની બહુમતીથી ચૂકાદો આપ્યો હતો. ચૂકાદામાં અગાઉનાં એ વ્યાપક અર્થઘટનને રદ કરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી સંસાધનોને સામુદાયિક સંપત્તિ ગણવામાં આવતી હતી. ચૂકાદામાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે અદાલતનાં અગાઉનાં નિવેદનો બંધનકર્તા નથી.