ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 7:32 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે એક વખત ભરતી પ્રક્રિયા શરૂ થાયતે પહેલાં નક્કી કરવામાં આવે તો તેને અધવચ્ચે બદલી શકાય નહીં. બેન્ચે એમ પણ કહ્યુંકે પસંદગી માટેના નિયમો મનસ્વી ન હોવા જોઈએ અને બંધારણની કલમ 14 અનુસાર હોવા જોઈએ.સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી જણાવ્યું હતું કે પારદર્શિતા અને બિન-ભેદભાવ એ જાહેર ભરતી પ્રક્રિયાની વિશેષતા હોવી જોઈએ અને અધવચ્ચે નિયમોમાં ફેરફાર કરીને ઉમેદવારોને આશ્ચર્યચકિત ન કરવા જોઇએ.