સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદાને અંગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહીં અને બાળકો સાથે સંકળાયેલા લગ્નો પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમુર્તિ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે દેશમાં બાળ લગ્નો અટકાવવાના કાયદાના અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિકા પણ જારી કરી
હતી. ચુકાદાની ઘોષણા દરમિયાન, ન્યાયમુર્તિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિગત કાયદાઓ બાળ લગ્નોને રોકવાના હેતુથી રાષ્ટ્રીય કાયદાના અમલીકરણમાં અવરોધ ન હોવા જોઈએ.
સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યારે અપરાધીઓને અંતિમ ઉપાય તરીકે સજા કરવી જોઈએ. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 બાળ લગ્ન અટકાવવા અને સમાજમાંથી તેમના નાબૂદીની ખાતરી કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 2:34 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદાને અંગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહીં અને બાળકો સાથે સંકળાયેલા લગ્નો પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે
