ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 6:28 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપર દાખલ કરવા માટે ભારતીય ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVMની જગ્યાએ બેલેટ પેપર દાખલ કરવા માટે ભારતીય ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.  ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને પી.બી. વારાલેની ખંડપીઠે.ઈવીએમમાં કથિત ચેડાંને કારણે બેલેટ સિસ્ટમમાં પાછા ફરવાની અરજીને નકારી કાઢી હતી.અગાઉ,માર્ચ મહિનામા પણ  સર્વોચ્ચ અદાલતે બેલેટ પેપર દ્વારા લોકસભાની ચૂંટણીઓ હાથ ધરવા માટે નિર્દેશ માંગતી સમાન પીઆઈએલને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો.   

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ