ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 6:45 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત

printer

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાઅને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે જણાવ્યું કે આ અરજી મુસદ્દો નબળો હતો અનેઅરજદારને વડી અદાલતનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ અરજીમાં, TDS માળખાને મનસ્વી અને અતાર્કિક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે સમાનતાનાઅધિકાર સહિત ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.