સર્વોચ્ચ અદાલતે અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર 20 નવેમ્બરના રોજ જાહેર કરેલા પોતાના આદેશ પર સ્ટે આપ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને એજી મસીહની વેકેશન ખંડપીઠે અરવલ્લીની વ્યાખ્યાના સંદર્ભમાં તપાસ માટે જરૂરી મુદ્દાઓની તપાસ કરવા માટે એક નવી નિષ્ણાત સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે.
આજે પોતાના ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અગાઉ મંજૂર કરાયેલી વ્યાખ્યાઓ પર સ્પષ્ટતા જરૂરી છે અને 20 નવેમ્બરના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશ હાલ સ્થગિત રહેશે. અદાલતે કેન્દ્ર અને ચાર અરવલ્લી રાજ્યો, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણાને પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:52 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર પોતાના અગાઉના આદેશ પર સ્ટે આપ્યો