સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આજે ન્યાયમૂર્તિ મનમોહને શપથ લીધા છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ન્યાયાધીશ મનમોહનને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત કોલેજિયમની ભલામણ પર ન્યાયધીશ મનમોહનની નિમણૂકને મંજૂરી આપી હતી.ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલત કોલેજિયમે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી માટે દિલ્લી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મનમોહનના નામની ભલામણ કરી હતી. શ્રી મનમોહનને માર્ચ 2008માં દિલ્હી વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને 29 સપ્ટેમ્બરથી તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્ય કરી રહ્યા છે.તેઓ વડી અદાલતના ન્યાયાધીશોની સંયુક્ત અખિલ ભારતીય વરિષ્ઠતામાં બીજા નંબરે છે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:34 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આજે ન્યાયમૂર્તિ મનમોહને શપથ લીધા છે
