ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2025 9:41 એ એમ (AM)

printer

સર્વપ્રથમવાર નાગરિકોના અભિપ્રાય, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડને લઈને 115 પોલીસ અધિકારીઓની સરકારે સાગમટે બદલી કરી

રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના અભિપ્રાય, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ,અભિપ્રાયને લઈને 115 પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ 2019-20ના I.P.S. અધિકારીને શહેરમાં ઝોનમા, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે તેમને C.I.D. ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણુંક આપવામાં આવી છે.પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ અધિકારી, ટેકનીકલ સેલ C.I.D. ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરીટી, તેમજ જેલ જેવી મહત્વની જગ્યાઓ ઉપર વર્ષ 2021ની બેચના સીધી ભરતીના અધિકારી તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/C.I.D. ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.