સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે. તે ગઈકાલે રાત્રે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરીરહ્યો હતો. બીએસએફ જવાનોએ તેને વારંવાર બોલાવ્યા છતાં જવાબ આપ્યા વિના તે સીમાસુરક્ષા વાડ તરફ ભાગવા લાગ્યો હતો . બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈનિકોએ ઘૂસણખોરનીશંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં લીધી જે ગુપ્ત રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયોહતો અને અંધકારનો લાભ લઈને સરહદ સુરક્ષા વાડ તરફ આગળ વધી રહ્યો હતો. આ ઘટના અમૃતસરજિલ્લાના મહાવા ગામ નજીક સરહદી વિસ્તારમાં બની હતી.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)
સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે
