કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 680 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા હતાં. તેમણે ભુજ ખાતેથી કચ્છના 503 કરોડથી વધુના તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના 176 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ. તેમણે કહ્યું હતું કે કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે.
નર્મદાની પાઈપલાઈન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે કચ્છના રણોત્સવ, સ્મૃતિવન, શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલ, કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે. કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે. આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ અગાઉ સવાર તેમણે ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપી હતી..
Site Admin | નવેમ્બર 23, 2025 7:15 પી એમ(PM)
સરહદી કચ્છ જિલ્લાને એક જ દિવસમાં અંદાજે ૬૮૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી