સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતે હાકલ કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સહિત કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે. તેમણે પાકિસ્તાનને કટ્ટરતાવાદને પોષનારુ રાષ્ટ્ર ગણાવ્યું હતું..
બહુપક્ષીયતા અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન પર કાઉન્સિલની ખુલ્લી ચર્ચામાં બોલતા, હરીશે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની સીધી વિનંતી બાદ ઓપરેશન સિંદૂર અટકાવવામાં આવ્યું હતું. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી અંગેના દાવાઓને નકારી કાઢતા, જણાવ્યું હતું કે ઓપરેશન તેના પ્રાથમિક ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી થોભાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાનની વિનંતી પર થોભાવવામાં આવ્યું હતું.
Site Admin | જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM)
સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાંકલ.
