ભારતના લોહ પુરુષ, રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર@150, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્ર હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઇકાલે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે “સરદાર@150, યુનિટી માર્ચ”નું આયોજન તારીખ 1થી 10 નવેમ્બર સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તારીખ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરાયું છે. સરદાર@150 યુનિટી માર્ચ’ની રૂપરેખા વિશે શ્રી સંઘવીએ જણાવ્યું કે, તારીખ 6 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિજિટલી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત MY Bharat પોર્ટલ પર 15થી 29 વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન અને ‘સરદાર@150 યંગ લીડર્સ પ્રોગ્રામ ક્વિઝ’ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. આ સ્પર્ધાના 150 વિજેતાઓને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવવાની તક મળશે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:27 એ એમ (AM)
સરદાર સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી કેવડીયા રાષ્ટ્રીય યાત્રાનું આયોજન