રાજ્ય સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ સંસ્થા હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવાના નિયમોને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી છે. હસ્તાંતરણની આ કાર્ય પદ્ધતિ આગામી બે મહિનામાં પૂર્ણ કરાશે.
આ વસાહતોમાં ઉપલબ્ધ નાગરિક સુવિધાઓ, પીવાના પાણીના સ્ત્રોત, વસાહતને મુખ્ય માર્ગ સાથે જોડતો ઍપ્રૉચ રોડ અને આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ, વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ કાર્યરત્ રાખવા તેનું સમયાંતરે સમારકામ તથા નિભાવણીની કામગીરી સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરાશે. આ સાથે જ કુલ 26 તાલુકાની 127 જેટલી નર્મદા વસાહતોનો નજીકના સંબંધિત ગામ સાથે ભળવાનો માર્ગ મોકળો થયો છે.
Site Admin | જુલાઇ 14, 2025 7:11 પી એમ(PM)
સરદાર સરોવર પુનઃ વસવાટ સંસ્થા હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવાના નિયમોને આખરી ઓપ અપાયો.