સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતા માટે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરીને આટલી મોટી સંખ્યામાં પદયાત્રામાં ઉમટી પડ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 31 મી ઓક્ટોબરથી કરમસદથી શરૂ થયેલી પદયાત્રા છઠ્ઠી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | નવેમ્બર 29, 2025 3:32 પી એમ(PM)
સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી