નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM)

printer

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યની અલગ અલગ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રા યોજાઈ રહી છે.પંચમહાલના ગોધરામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન નગરજનોએ સ્વદેશી અને નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી.રાજકોટના ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ગુંદાળા ગામથી પાટીદડ ગામ વચ્ચે આયોજિત એકતા રેલીમાં સરદાર પટેલ એકતા રથને સૌ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ રાજકોટ (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં પણ એકતા પદયાત્રા યોજાઈ હતી. જેમાં સરદાર પટેલના વિચારોને જન જન સુધી પહોંચાડવાનું આહ્વાન કરાયું હતું.પાટણના રાધનપુર વિધાનસભા વિસ્તારમાં પદયાત્રીઓએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત” અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે અલ્હાબાદ ગામથી નવા પોરણા, જુના પોરાણા, નંદીગૌશાળાથી રાધનપુર નગરપાલિકા ખાતે પદયાત્રા કરી હતી. તેમજ નંદી ગૌશાળા પાસે મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.