દેશના લોખંડી પુરુષ અને રાષ્ટ્રનિર્માતા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરાયું. નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ એકતા પદયાત્રામાં 5 હજારથી વધુ લોકો જોડાયા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં તિરંગા યાત્રા અને બાઇક રેલીનું આયોજન કરાયું જેમાં 2 હજાર ફૂટ લાંબો ત્રિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી દર્શના વાઘેલા હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે પણ એકતા પદયાત્રા યોજાઈ. આ પ્રસંગે તેમણે યુવા પેઢી દેશના વિકાસની સૌથી મોટી શક્તિ ગણાવી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતના કામરેજમાં વાલક પાટીયા, લસકાણાથી ડાયમંડ નગર પોલીસ ચોકી સુધી યોજાયેલી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની થી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી
Site Admin | નવેમ્બર 16, 2025 7:20 પી એમ(PM)
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા પદયાત્રા યોજાઇ